ગાંધીનગરનાં વાવોલમાં ગંદકીથી ખદબદતા તળાવમાંથી ફાયર બ્રિગેડની ટીમે બોટ થકી સર્ચ ઓપરેશન હાથ ધરી કુબેરનગરના યુવાનની લાશ બહાર કાઢવામાં આવી છે. તળાવના કિનારેથી યુવાનના ચપ્પલ, મોબાઈલ તેમજ ટોપી મળી આવતાં ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. હાલમાં સેકટર – 7 પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરના વાવોલમાં ગંદકીથી ખદબદતા તળાવમાં યુવાન ડૂબ્યો હોવાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બોટ સહિતના સાધનો સાથે પહોંચી ગઈ હતી. ગંદકીથી ખદબદતા તળાવમાં ફાયરની ટીમે બોટ મારફતે કલાકો સુધી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેનાં પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવે એકઠા થઈ ગયા હતા. ત્યારે ઢળતી સાંજે ફાયરની ટીમે ભારે જહેમત બાદ યુવાનની લાશ તળાવમાંથી શોધી કાઢી બહાર કાઢવામાં આવી હતી. જ્યાં યુવાનના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. અને યુવાન કુબેરનગરનો રહેવાસી હોવાની ઓળખ થઈ હતી.
આ અંગે વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, વાવોલનાં તળાવમાંથી કુબેર નગરનાં આશરે 21 વર્ષીય સાજીત કંકાભાઈ વાઘેલાની હોવાની ઓળખ થઈ છે. ત્રણેક દિવસ અગાઉ યુવાન અચાનક ગુમ થઈ ગયો હતો. જેની પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા. જેનાં ચપ્પલ, મોબાઈલ તેમજ ટોપી વાવોલ તળાવના કિનારેથી મળી આવ્યા હતા. જેનાં પગલે ફાયર બ્રિગેડની ટીમને બોલવવામાં આવી હતી. ફાયરની ટીમે કલાકોની જહેમત પછી લીલ – ગંદકીથી ખદબદતા તળાવમાંથી યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી. હાલમાં સેકટર – 7 પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500