Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપમાન ઊંચુ રહેતા ફેબ્રુઆરીમાં દેશની વીજ માંગમાં નવ ટકા વધારો

  • March 02, 2023 

ગયા મહિને દેશની વીજ માંગમાં વાર્ષિક ધોરણે નવ ટકા વધારો થઈને ૧૧૭.૮૪ અબજ એકમ પર પહોંચી છે. વીજ માંગમાં મજબૂત વધારો, દેશમાં ગયા મહિને આર્થિક પ્રવૃત્તિમાં સ્થિરતાના સંકેત આપે છે. જોકે ફેબુ્આરીમાં તાપમાન પણ ઊંચુ રહ્યું હતું જેને કારણે પણ વીજ વપરાશ વધ્યો હોવાનું કહી શકાય એમ છે. બીજી બાજુ પેટ્રોલ-ડીઝલનાં વપરાશમાં પણ વધારો જોવા મળ્યો હતો. આર્થિક પ્રવૃત્તિની સાથોસાથ ઊંચા તાપમાનને પરિણામે માર્ચમાં પણ વીજ વપરાશ ઊંચો રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.







માર્ચથી મે દરમિયાન દેશમાં તાપમાન સામાન્ય કરતા ઊંચુ રહેવાની ધારણાં છે. ૨૦૨૨નાં ફેબુ્આરીમાં વીજ વપરાશનો આંક ૧૦૮.૦૩ અબજ યુનિટસ રહ્યો હતો. ગયા મહિને એક દિવસમાં સૌથી વધુ વીજ પૂરવઠો ૨૦૯.૬૬ ગીગા વોટ રહ્યો હતો. આગામી ઉનાળામાં વીજ માગમાં સૂચિત વધારાને ધ્યાનમાં રાખી સરકારે કોલસા આધારિત વીજ ઉત્પાદન એકમોને સંપૂર્ણ ક્ષમતાએ કામ કરવા સૂચના આપી છે. દરમિયાન ફેબુ્આરીમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં પણ દ્વીઅંકી વધારો જોવા મળ્યો હતો. સરકારી રિટેલ એકમો ખાતેથી ગયા મહિને પેટ્રોલનું વેચાણ વાર્ષિક ધોરણે ૧૨ ટકા વધી ૨૫.૭૦ લાખ ટન્સ રહ્યું હતું. જ્યારે ડીઝલનું વેચાણ ૧૩ ટકા વધી ૬૫.૨૦ લાખ ટન્સ રહ્યાનું પ્રાપ્ત સરકારી આંકડા જણાવે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application