Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના એસટી બસ સ્ટેન્ડ નજીકથી નશાની હાલતમાં લવારો કરતા બે જણા ઝડપાયા

  • May 29, 2021 

સોનગઢના એસટી બસ સ્ટેન્ડ નજીક બે ઈસમો નશાની હાલતમાં લવારો કરી લથડીયા ખાઈ રહ્યા હોવાની ફરિયાદના આધારે પોલીસે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સોનગઢ પોલીસ મથકે શુક્રવારે સાંજે રાજુભાઈ પાંવ વાળાએ કરેલ અરજીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ તપાસ કરતા સોનગઢના એસટી બસ સ્ટેન્ડ પાછળથી કોઈ કેફી પીણું પીધેલ હાલતમાં રોહિતભાઈ બાપુભાઈ ગોસાવી હાલ રહે,અલીફનગર-સોનગઢ અને દિનેશભાઈ ગોપાળભાઈ પ્રજાપતિ રહે,ઉકાઈ,વર્કશોપ-સોનગઢ નાઓને નશાની હાલતમાં જાહેરમાં લવારા કરતા લથડીયા ખાતાઝડપી પાડવામાં આવ્યા હતા.

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બંને ઈસમો વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application