Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-દુમદા માર્ગ પર દારૂ ભરેલી કાર છોડી ચાલક નાશી છુટ્યો,એલસીબીએ 86 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

  • July 01, 2021 

સોનગઢના દુમદા ગામના માર્ગ પર ઈંગ્લીશ દારૂ ભરેલી મારુતિ ફન્ટી કાર સ્થળ પર મૂકી તેનો ચાલક નાશી છુટ્યો હતો, જોકે તેનો પીછો કરતી સ્થળ પર પહોચેલી પોલીસને મારુતિ કારમાંથી મળી આવેલ ઈંગ્લીશદારૂની 672 બાટલીઓ સહિત કુલ રૂપિયા 86 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

 

મારુતિ ફન્ટી કાર ઝોલા ખાતી અને પુર ઝડપે જતી હોય પોલીસને શંકા જતા તેનો પીછો કર્યો હતો

જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો મોડીરાત્રીએ ખાનગી વાહનમાં બેસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઉખલદા ગામ તરફ જવાના રસ્તા પર એક મારુતિ ફન્ટી કારએ પોલીસના ખાનગી વાહનને ઓવરટેક કર્યો હતો, ઓવરટેક કરનારી કાર નંબર જીજે/10/એફ/3249 ઝોલા ખાતી અને પુર ઝડપે જતી હોય પોલીસને શંકા જતા તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જોકે પોલીસ પીછો કરી હોવાનું મારુતિ કારના ચાલકને માલુમ પડતા તેણે દુમદા ગામના નિશાળ ફળિયા તરફ જવાના રસ્તા પર કાર હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે આગળ જતા રસ્તો સાંકડો હોય દારૂ ભરેલી કાર સ્થળ પર જ મૂકી કાર ચાલક અંધારાનો લાભ લઇ નાશી છુટ્યો હતો. એલસીબીએ કારમાં તપાસ કરતા પૂઠ્ઠાના બોક્સ માંથી ઈંગ્લીશ દારૂની કુલ બાટલીઓ નંગ 672 મળી આવી હતી.

 

 

 

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈની  ફરિયાદના આધારે 36 હજારનો ઈંગ્લીશદારૂ, 50 હજારની એક મારુતિ કાર મળી કુલ રૂપિયા 86 હજારનો મુદ્દામાલ કબજે કરી ફરાર અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application