કેન્દ્ર સરકાર એક તરફ ઓનલાઈન પેમેન્ટની છડેચોક વાત કરી રહી છે. તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન આપવામાં આવેલી ગ્રાન્ટ અટવાતા સ્થાનિક કક્ષાએ ભારે વિરોધભાસ સર્જાયો છે. જેમાં મોટા ભાગની ઉંડાણના વિસ્તારની ગ્રામ પંચાયતો પાસે ડિઝીટલ પેમેન્ટની સિસ્ટમની જાણકારીનો અભાવ તેમજ ઈન્ટરનેટના જ્ઞાનની ઉણપને પગલે મોટી સમસ્યા સર્જાતા જિલ્લાની 547 ગ્રામ પંયાયતો પૈકી મોટા ભાગની ગ્રામ પંચાયતો ગોથે ચડી છે જેથી ગામડાનો વિકાસ રૂધાયો છે.
આ અંગે જિલ્લા પંચાયતના સુત્રો મુજબ. ગુજરાત સરકાર દ્વારા 14મા નણા પંચમાં ચેકથી ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ ફાળવાતી હતી. હવે સન 21-22ના વર્ષમાં 15મું નાણા પંચ અમલમાં આવતા ગુજરાત સરકારે દસ હજારથી વધારે ગ્રામ પંચાયત માટે ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા કરી છે. સુરત જિલ્લાની 547 ગ્રામ પંચાયતોમાં છેલ્લા આઠ માસથી વિકાસના વિવિધિ કામો માટે આવેલી રકમ કામ વિના પડી રહી છે. તેમજ ગ્રામ પંચાયતના ખાતામાં નાણા હોવા છતાં વિકાસના કામો થઈ શકતા નથી, જેમાં રાજય સરકારે તલાટી-ક્રમ-મંત્રી તેમજ ગ્રામ પંચાયતના સરપંચને ફાળવવામાં આવેલી ઓનલાઈન માસ્ટર-કી ની જાણકારીના અભાવે ગામડાઓના વિકાસ રૂધાઈ રહ્યો છે. સુરત જિલ્લામાં ઉંડાણના તાલુકાના ગામડાઓમાં સરપચોની જાણકારીનો અભાવ સહિત ઉમરપાડા, માંડવી તેમજ મહુવા જેવા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ટરનેટ કનેકટીવીટીની સમસ્યા પણ ઓનલાઈન પેમેન્ટ ચુકવણા માટે માથાના દુખાવા સમાન બની રહી છે.
મોટાભાગની ગ્રામ પંચાયતમાં સરપંચોને ઓનલાઈન ટ્રાન્ઝેકશન તેમજ માસ્ટર-કી નો ઉપયોગ ન આવડતા રાજય સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે ચોક્કસ પગલા લેવાય તે જરૂરી છે. સમસ્યાનું હાલના તબક્કે નિરાકરણ ન લવાય તો આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ મોટી સમસ્યા સર્જાય તેમ છે. ચૂંટાયેલી પાંખ અંતર્ગત મોટાભાગના સરપંચો ઓનલાઈન પેમેન્ટના ચૂકવણાથી દુર રહે છે. ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયતોમાં ફરજ પરના તલાટી-ક્રમ-મંત્રીને પણ આ સીસ્ટમ થકી મટી સમસ્યા ઉભી થઈ છે. મોટાભાગે તલાટી-ક્રમ-મંત્રી ગ્રામ વિકાસ સાથે જોડાયેલા રહેતા હોવાથી કોન્ટ્રાકટ્સ સહિતના કામોનું પેમેન્ટ ઓનલાઈન કરી દેવાતા હવે યોગ્ય કી નો ઉપયોગ ન થઈ શકતા કેટલાક કોન્ટ્રાકટર્સનુ પેમેન્ટ અટવાઈ ચૂક્યુ છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ગઢવીએ કહ્યું કે, જિલ્લાના ઉંડાણના ગામડાઓમાં મોટેભાગે સરપંચો કોમ્પ્યુટર જ્ઞાનથી માહિતગાર હોતા નથી અને આ માટે તાલુકા લેવલે સેમિનાર ગોઠવવાનું આયોજન વિચારણા હેઠળ છે.
બીજી તરફ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કામો અને લક્ષ્યાંકો અંતર્ગત ગ્રામ પંચાયતોમાં કામ થતુ ન હોવાથી દરેક વ્યક્તિએ ઘર સુધી લાભ મળી રહે અને વહીવટમાં પારદર્શિતા આવે તે પ્રકારનું આયોજન કરવામા આવ્યું છે. હાલના તબક્કે ગ્રામ પંચાયતોમાં પેમેન્ટની ફાળવણી નહી હોયતેમજ ઓનલાઈન પેમેન્ટ બાકી હોય તેવા ગામડાઓ માટે વિચારણા હાથ ધરવી જરૂરી છે. આ મામલે આગામી સમયમાં યોગ્ય નિર્ણય ન લેવાય તો સરપંચની આગામી બોડી પણ વિવાદસ્પદ બની રહે તેમ છે. હવે જાવુ એ રહ્યું છે આ મામલે આગામી સમયમાં રાજય સરકાર જિલ્લા પચાંયત દ્વારા કેવા પગલા લેવાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500