Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : વધુ 1ના મોત સાથે મૃત્યુ આંક 62 થયો, કોરોના પોઝીટીવના 27 નવા કેસ નોંધાયા

  • April 15, 2021 

તાપી જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન વધુ 1 દર્દીનું મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. કોરોનાના 27 નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેને લઇ પંથકમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. સોનગઢ, વ્યારા, ઉચ્છલ સહિત અનેક વિસ્તારોમાં સ્વેચ્છિક લોકડાઉન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

 

 

 

 

 

વ્યારાના પાનવાડી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન મોત, આ સાથે મૃત્યુ આંક 62 થયો

તાપી જિલ્લામાં બુધવારે નારોજ સાંજે કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન વધુ 1 દર્દીના મોત સાથે કોરોના પોઝીટીવ દર્દીના અધધ....27 નવા કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 1166 કેસો નોંધાયા ચુક્યા છે, વધુ 9 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 992 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જયારે વ્યારાના પાનવાડી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.આ સાથે સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ 53 દર્દીઓ મોત અને કોરોનાથી 8 દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ 62 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 112 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે 1039 સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.14મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના વધુ 27 નવા કેસ નોંધાયા છે.

 

 

 

 

 

વાલોડમાં 6 કેસ 

વાલોડના ગણેશ ફળીયામાં 25 વર્ષીય પુરુષ, વિરપોરમાં 30 વર્ષીય પુરુષ, તીતવા ગામના આશ્રમ ફળીયામાં 40 વર્ષીય મહિલા, અધ્યાપોર ગામના જૂની વસાહતમાં 50 વર્ષીય મહિલા, ડુમખલની પેપર મીલમાં 59 વર્ષીય પુરુષ, વાલોડના નવા ફળીયામાં 30 વર્ષીય પુરુષ,

 

 

 

 

 

વ્યારામાં 5 કેસ 

નગરના માલીવાડમાં 50 વર્ષીય પુરુષ, વ્યારામાં 40 વર્ષીય મહિલા, લીમડદા ગામમાં 40 વર્ષીય પુરુષ, પાનવાડીમાં 31 વર્ષીય પુરુષ, કેળકુઈ ગામમાં 65 વર્ષીય મહિલા,

 

 

 

 

 

સોનગઢમાં 8 કેસ 

ધમોડી ગામના દાદરી ફળીયામાં 50  વર્ષીય પુરુષ, બેડી ગામના સડક ફળીયામાં 48 વર્ષીય મહિલા, રાણીઆંબા ગામમાં 18 વર્ષીય યુવક, નગરના જુનાગામ-દક્ષિણી ફળીયામાં 65 વર્ષીય મહિલા, નગરના જુનાગામ-રામજી ફળીયામાં 62 વર્ષીય મહિલા, ઉકાઈમાં 55 વર્ષીય પુરુષ, નગરના અલીફ નગરમાં 28 વર્ષીય પુરુષ, શક્તિ નગરમાં 39 વર્ષીય મહિલા,

 

 

 

 

 

નિઝરમાં 5 કેસ 

વેલ્દા ગામમાં 31 વર્ષીય મહિલા, નિઝરમાં 57 વર્ષીય પુરુષ, 35 વર્ષીય મહિલા, 69 વર્ષીય વૃધ્ધા, નિઝરના નારાયણનગરમાં 45 વર્ષીય મહિલા,

 

 

 

 

 

 

ઉચ્છલમાં 1 કેસ : સાકરદા ગામમાં 31 વર્ષીય પુરુષ,

 

 

 

 

 

 

ડોલવણમાં 1 કેસ : વાંકલા ગામમાં 58 વર્ષીય પુરુષ

 

 

 

 

 

 

કુકરમુંડામાં 1 કેસ : ડાબરીઆંબા-ગંગથા ગામમાં 38 વર્ષીય પુરુષ

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application