ગુજરાતમાં ગરબા રમતાં રમતાં હાર્ટ એટેક આવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. નવરાત્રિનો તહેવાર નજીક હોવાથી ખેલૈયા નવા સ્ટેપ શીખવા માટે ગરબા ક્લાસીસમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે. ત્યારે સુરતમાં એક યુવક ગરબા ક્લાસિસમાં અવનવા સ્ટેપ શીખી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો હતો. યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. એકના એક દીકરાના મોતના પગલે પરિવાર શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, સુરતમાં અડાજણ એલપી સવાણી રોડ પર આવેલા ગરબા ક્લાસીસમાં રાજ ધર્મેશ મોદી નામનો યુવક ગરબા રમવા માટે ગયો હતો.
જ્યાં ગરબા રમતી વખતે અચાનક ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જયાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. રાજ ધર્મેશ મોદી ઉચ્ચ અભ્યાસ માટે લંડન જવાનો હતો. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સચોટ કારણ બહાર આવશે. મૃતક યુવક વિદેશ જતા પહેલાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવા ઈચ્છતો હતો. જેથી તેણે ગરબા ક્લાસમાં નવા સ્ટેપ શીખવા માટે પ્રવેશ મેળવ્યો હતો.
રાજના નખમાં પણ કોઈ રોગ ન હતો. જયારે ગતરોજ સાંજે રાજ નોકરી પરથી આવ્યા બાદ પાલ કોમ્યુનિટી હોલમાં ગરબા રમવા ગયો હતો. ગરબા ક્લાસમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન પ્રથમ રાઉન્ડમાં થાકી ગયા બાદ ખુરશી પર બેઠાની બીજી સેકન્ડમાં જ રાજ ઢળી પડતા હોલમાં ભાગદોડ મચી ગઇ હતી. રાજને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500