Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં જુલાઇ-ઓગસ્ટમાં ફરી એક વખત વીજ કટોકટી સર્જાઇ શકે

  • May 30, 2022 

ભારતમાં ફરી એક વીજ કટોકટી સર્જાવાની શક્યતા છે તેમ સ્વતંત્ર તપાસ સંગઠન સીઆરઇએએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ સંગઠનનાં જણાવ્યા અનુસાર, જુલાઇ-ઓગસ્ટમાં ફરી એક વખત વીજ કટોકટી સર્જાઇ શકે છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (સીઆરઇએ)ના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પાવર સ્ટેશનોમાં પ્રી મોન્સૂન કોલસા સ્ટોકમાં ઘટાડાને કારણે વીજ કટોકટીની સ્થિતિ સર્જાઇ શકે છે.




હાલમાં પીટહેડ પાવર સ્ટેશનોમાં હાલ કોલસાનો સ્ટોક 1.35 રોડ ટન છે. જ્યારે દેશના તમામ પાવર પ્લાન્ટમા કુલ 20.7 મેટ્રિક ટન કોલસો છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના આંકડા અનુસાર કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ વીજળીની માગમાં સામાન્ય વૃદ્ધિને પણ સહન કરવાની સ્થિતિમાં નથી. સીઆરઇએના જણાવ્યા અનુસાર ભારતમાં વીજળી કટોકટી કોલસાની અછતને કારણે સર્જાઇ છે. આ તપાસ સંગઠને પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, વીજળી કટોકટીથી બચવા માટે કોલસાના પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કરીને પરિવહન માટે યોગ્ય યોજના બનાવવાની જરૂર છે.




સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સીઇએ)એ જણાવ્યું છે કે, ઓગસ્ટમાં વીજળી માગ વધીને મહત્તમ 214 ગીગાવોટ થઇ જશે. આ ઉપરાંત સરેરાશ ઉર્જા માંગ પણ મે મહિનાની સરખામણીમાં વધીને 1,33,426 મિલિયન યુનિટ થઇ શકે છે. બીજી તરફ સીઆરઇએ જણાવ્યું છે કે, દક્ષિમ પશ્ચિમ વરસાદની શરૂઆત પછી કોલસાની ખાણોમાંથી કોલસાને પાવર પ્લાન્ટ સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં અવરોધ ઉભો થશે. જો ચોમાસા પહેલા પાવર પ્લાન્ટોમાં કોલસાનો પૂરતો સ્ટોક ભરી લેવામાં નહીં આવે તો જુલાઇ-ઓગસ્ટ, 2022માં ફરીથી દેશમાં વીજ કટોકટી સર્જાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application