Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં 8 મતગણતરી કેન્દ્રો ખાતે સવારે 9 વાગ્યાથી મતગણતરીની કામગીરી હાથ ધરાશે

  • March 02, 2021 

જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રોજેક્ટ મેનેજર-માધવ સુથાર, ઈન્ફોરમેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઓફિસર-જયમલ ચૌધરી અને ડિસ્ટ્રીક્ટ ઈન્ફોરમેટિક ઓફિસર-ઇશાક એહમદની સંયુક્ત આઈ.ટી. ટીમ દ્વારા બનાવામાં આવેલ તાપી જિલ્લામાં સ્થાનિક ચૂંટણી માટેના પોલિંગ ડેટા ઇ-ડેશબોર્ડની સફળતા બાદ, રાજ્ય સ્થાનિક ચૂંટણીના પોર્ટલ sec-poll ના લાઈવ ડેટા ઉપરથી પરિણામ માટે પણ ગ્રાફ અને પત્રકો સહિતનું "રીઝલ્ટ ઇ-ડેશબોર્ડ" તાપી જિલ્લાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. જે વેબ એડ્રેસ https://tapi.gujarat.gov.in/dp-result પર જોઈ શકાશે.

 

 

 

તાપી જિલ્લામાં 8 મતગણતરી કેન્દ્રો ખાતે સવારે 9 વાગ્યાથી મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે મુજબ વ્યારા ખાતે શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પનીયારી, વાલોડમાં સ.ગો.હાઈસ્કુલ વાલોડ, ડોલવણમાં તાલુકા સેવા સદન ખાતે, સોનગઢમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ઓટા રોડ સોનગઢ ખાતે, ઉચ્છલમાં સાર્વજનિક હાઈસ્કુલ ઉચ્છલ ખાતે, નિઝર અને કુકરમુંડા તાલુકાની મતગણતરી નિઝર સ્થિત આર.જી.પટેલ હાઈસ્કુલ ખાતે થશે. જ્યારે વ્યારા નગરપાલિકાની મતગણતરી  વ્યારામાં જે.બી. એન્ડ એસ.એ. સાર્વજનિક હાઈસ્કુલ ખાતે હાથ ધરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application