વ્યારા નગરમાં મોહરમ તાજિયા કમિટી દ્વારા પોલીસ સાથે યોજાયેલી બેઠકમાં આ વર્ષે પણ કોરોના મહામારીને ધ્યાને રાખી તાજિયાનું જુલુસ ન કરવા માટેનો નિર્ણય કર્યો હતો અને સાથે જ તાજિયાને પોતાના ઘરે જ સ્થળ પર ઠંડા કરવા માટે આયોજકોએ જણાવ્યું હતું.
આ અંગે મોહરમ તાજિયા કમિટીના પ્રમુખ મુસ્તાકભાઈ અનવરબેગ મિર્ઝા અને ઉપપ્રમુખ ઈમરાન પઠાણએ યાદીમાં જણાવ્યા મુજબ, કરબલાના શહીદોની યાદમાં વ્યારા નગરમાં દર વર્ષે તાજિયા જુલુસ નીકળે છે જેમાં મુસ્લીમ અને હિદુઓ ઉત્સાહ ભેર ભાગ લે છે. વ્યારામાં ગત વર્ષ દરમિયાન કોરોના મહામારીને કારણે તાજિયા જુલુસ નીકળ્યા ન હતા અને આ વર્ષે પણ કોરોનાને કારણે થયાવતા જેને લઈને તાજિયા મોહરમ કમિટી દ્વારા વ્યારા પોલીસ વિભાગ સાથે બેઠક યોજી હતી. જેમાં ચાલુ વર્ષે પણ વ્યારા નગરમાં તાજિયાનું જુલુસ ન કાઢવાનો કમિટીએ નિર્ણય કર્યો હતો અને તાજિયા આયોજકોએ પોતાના ઘરે જ જગ્યા પર ઠંડા કરવા આયોજક કરવાનું છે અને કોઈપણ વ્યક્તિને જુલુસ ન કાઢવા આયોજકોએ સુચના આપી હતી. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application