સોનગઢના પોખરણ ગામની સીમમાંથી વિદેશીદારૂના જથ્થા સાથે કાર ચાલકને એલસીબીએ ઝડપી પાડી ૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે દારૂ મંગાવનાર અને ભરી આપનાર બંને શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે.
મળતી માહિતી અનુસાર જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડકોન્સ્ટેબલ લેબજીભાઈને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આજરોજ સવારના આશરે ૯ કલાકના અરસામાં સોનગઢના પોખરણ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક લાલ કલરની એસેન્ટ કાર નંબર જીજે/૦૫/સીડી/૪૭૮૧ ને લાકડીના ઇશારો કરી કાર ઉભી રાખવા જણાવતા તે કાર ચાલકે ઉભી રાખેલ નહી અને પોતાની કાર પોખરણ ગામની સીમ તરફ હંકારી લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી પોખરણ ગામની સીમમાં આવેલ બાલાજી સ્ટોન ક્વોરીની પાસે કારને ઝડપી પાડી તપાસ કરતા કારમાથી વિદેશી દારૂની વ્હીસ્કી તથા બીયર મળી કુલ બોક્ષ નંગ-૧૦ તથા કારમા બનાવેલ ચોરખાનામાં મુકેલ વ્હીસ્કીની નાની બાટલીઓ મળી કુલ બોટલ નંગ-૯૨૨ કુલ કિંમત રૂ.૫૯,૩૦૦/- નો દારુનો જથ્થો તથા કારની કિ.રૂ.૫૦,૦૦૦/- તથા ૨ મોબાઇલ કિ.રૂ.૫,૫૦૦/- સાથે કુલ્લે કિ.રૂ.૧,૧૪,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ બનાવમાં દારૂના જથ્થા સાથે ઝડપાયેલ કારનો ચાલક રાકેશભાઇ કમલેશભાઇ ડામોરની વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો લાલાભાઇ રહે-કડોદરા સુરતનાએ મંગાવ્યો હતો તથા કોઈ અજાણ્યા ઇસમે ભરી આપ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. બનાવ અંગે ત્રણેય ઈસમો વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500