સોનગઢના પરોઠા હાઉસ પાસેથી જુનાગામનો બાઈક ચાલકને નશાની હાલતમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસો વાહનચેકિંગમાં હતા તે દરમિયાન પરોઠા હાઉસ પાસે લક્કડકોટ થી સોનગઢ તરફ આવતા રસ્તા પરથી એક મોટર સાયકલ નંબર જીજે/19/એલ/7168 નો ચાલક ઇકલ્યાભાઈ રેવજીભાઈ ગામીત (ઉ.વ.50) રહે, જુનાગામ,પીપળ ફળિયું તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી વગર લાયસન્સે પોતાની કબજાની બાઈક હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો.
બનાવ અંગે હેડકોન્સ્ટેબલ દશરથભાઈની ફરિયાદના આધારે બાઈક ચાલક ઇકલ્યા ગામીત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500