Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂનાં ગુનામાં છેલ્લા સાત માસથી નાસતો ફરતો આરોપી પોલીસ પકડમાં

  • May 28, 2022 

તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપીને કડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. જયારે વોન્ટેડ આરોપી મિત્રને મળવા માટે કડોદરા ખાતે ચામુંડા હોટલ ખાતે આવ્યો હતો તે સમયે પોલીસે તેને દબોચી લીધો હતો. મળતી વિગત મુજબ, કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.




તે દરમ્યાન બાતમી મળી હતી કે, સોનગઢ પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી તેના મિત્ર ધર્મેશ મૈસુરિયાને મળવા માટે કડોદરા ચાર રસ્તા ખાતે ચામુંડા હોટલ પર આવ્યો છે. આ આરોપી છેલ્લા સાત મહિનાથી નાસતો ફરતો હોય પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચી વોન્ટેડ આરોપી સૌરભ ગીરીશચંદ્ર રક્ષારામ તિવારી (હાલ રહે.બાલાજી રેસિડન્સી સોસાયટી, ઊંભેળ ગામ, કામરેજ, મૂળ રહે, બિરમાપુર, જિ.ગૌંડા, યુપી) નાને ઝડપી પાડી કડોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application