Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગૌમાંસના ગુનામાં 8 માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • August 05, 2021 

બારડોલી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, સને 2013નાં ગૌમાંસના ગુનામાં નાસતો-ફરતો ઈદરીશ હાજી સુલેમાન હયાત (રહે.ધાધીયા પ્લોટ, મોહમદી મસ્જિદની સામે,ગોધરા, જિ. ગોધરા) બારડોલીના અલંકાર સિનેમા નજીક સબરસ હોટલ પાસે ઊભો છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતાં ત્યાં ઉભેલા શંકાસ્પદ શખ્સને કોર્ડન કર્યો હતો અને નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ ઈદરીશ હાજી સુલેમાન હોવાનું જણાવ્યુ હતું અને પોતે બારડોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં નોંધાયેલા ગૌમાંસના ગુનામાં વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઈદરીશની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application