Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના ભડભૂંજા ગામમાંથી અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો

  • June 08, 2021 

સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાનું અપહરણના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઉચ્છલના ભડભૂંજા ગામમાંથી જિલ્લા એલસીબીએ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

સોનગઢ પોલીસ સ્ટેશને નોંધાયેલ સગીરાનું અપહરણ કરી નાશી જવાના ગુનામાં છેલ્લા પાચ મહિનાથી નાસતો ફરતો આરોપી હિતેશભાઈ મધુકર ઉર્ફે સુરેશભાઈ દામાભાઈ માવચી રહે,જામણઝર, બેડકીપાડા ફળિયું, તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)નાને સોમવારે ઉચ્છલના ભડભૂંજા ખાતે જિલ્લા એલસીબીએ વોચ ગોઠવી તેને પકડી લીધો હતો ત્યારબાદ તેની પૂછપરછ હાથ ધરતા તે પોતે હિતેશભાઈ મધુકર ઉર્ફે સુરેશભાઈ દામાભાઈ માવચી હોવાનું જણાવ્યું હતું અને તેના વિરૂદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશને સગીરાનું અપહરણનો ગુનો નોંધાયો હોવાની અને છેલ્લાં પાંચ મહિનાથી  તે નાસતો ફરતો હોવાની કબૂલાત કરી હતી. હાલ એલસીબી પોલીસે આરોપીને પકડી પાડી આગળની વધુ તપાસ અર્થે આરોપીનો કબ્જો સોનગઢ પોલીસને સોપ્યો હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application