નાંદોદ તાલુકાના ધારીખેડા ખાતે આવેલી નર્મદા સુગર ફેક્ટરીને વધુ એક રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરશે ની જાહેરાત થતા આનંદ ની લાગણી જોવા મળી છે. અગાઉ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નર્મદા સુગર ના ચેરમેન ઘનશ્યામ પટેલને ઇન્ડસ્ટ્રીયલ એક્સલન્સ રાષ્ટ્રીય એવોર્ડથી ધી સુગર ટેક્નોલોજી એસોસિયેશન ઓફ ઇન્ડિયા નવી દિલ્હી અને મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વાર 77 માં એન્યુઅલ કન્વેશનલ દ્વારા આપવામાં આવ્યો હતો.
શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી,ધારીખેડા નર્મદા સુગર ને 2019-20 ના વર્ષ માટે ઉચ્ચ રિકવરી સાથે સુદ્રઢ નાણાકીય આયોજન માટે પ્રથમ એવોર્ડ નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર ફેકટરી લી.તરફથી આપવાની જાહેરાત થઈ છે.નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ ભાઈ પટેલને આ એવોર્ડ આગામી 26 માર્ચ 21 ના રોજ નેશનલ સુગર ફેડરેશન તરફથી કેવડિયા એકતા ઓડિટોરિયમ ખાતે આપવામાં આવશે. ઉત્તમ ક્વોલિટીની ખાંડ બનાવવાની સિદ્ધિ નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલના નેતૃત્વને પરિણામે મેળવી શકાઈ છે અને એ જ કારણે મહત્તમ એક્સપોર્ટનો લક્ષ્યાંક પણ પ્રાપ્ત કરી શકાયો છે.આજ વર્ષનો આ બીજો એવોર્ડ મળવાથી ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
12 રાષ્ટ્રીય એવોર્ડ અને 7 રાજ્ય કક્ષાના એવોર્ડ સાથે આ 19 મોં એવોર્ડ નર્મદા ધારીખેડા સુગર ફેકટરીના નામે થયા છે.ત્યારે નર્મદા સુગર ફેક્ટરી ના કર્મચારીઓ અને શેર હોલ્ડરોમાં ખુશીની લાગણી વ્યાપી જોવા મળી છે. સુગર ચેરમેનઘનશ્યામભાઈ પટેલ તથા એમડી નરેન્દ્રભાઈ પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કર્મચારીઓ ને અભિનંદન આપ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500