Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ઓટા ચાર રસ્તા પાસેથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી જીલ્લા એલસીબી પોલીસ

  • February 17, 2021 

દારૂની હેરાફેરી કરવાના ગુનામાં છેલ્લા પાંચ માસથી પોલીસ ચોપડે વોન્ટેડ આરોપીને સોનગઢના ઓટા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડવામાં જીલ્લા એલસીબી ટીમને સફળતા મળી છે.

 

 

 

હેડકોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતભાઇને મળેલ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો 

મળતી માહિતી અનુસાર તાપી જીલ્લા એલસીબી શાખાના ઇન્ચાર્જ પીઆઈ ડી.એસ.લાડ તથા હેડકોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતભાઈ, અનિલભાઇ રામચંદ્રભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઇ નાઓ ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન  હેડકોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતભાઇને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,

 

 

 

 

સોનગઢના ઓટા ચાર રસ્તાં બ્રિજ નિચેથી વોન્ટેડ આરોપી ઝડપાયો 

સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી વિપુલ ઉર્ફે વિકાસ વિનોદભાઇ ગાવીત રહે,લક્કકોટ દેવલીખાંય ફળીયું તા,નવાપુર જિ નંદુરબાર (મહારાષ્ટ્ર) નો સોનગઢના ઓટા ચાર રસ્તાં બ્રિજ નિચે ઉભો છે. તેવી બાતમીના આધારે બાતમી હકિકતવાળી જગ્યાએ જતાં બાતમી મુજબનો ઇસમને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા પાચ માસ પહેલા સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ ગુનાની કબુલાત કરી હતી. હાલ એલસીબીએ આરોપીની અટક કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આમ પાચ માસથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં એલસીબી પોલીસ સ્ટાફના માણસોને સફળતા મળી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application