Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થઇ

  • August 16, 2021 

સુરત શહેરમાં 15મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આઝાદીના અમૃત મહોત્સવની થીમ પર શહેરના અઠવાલાઈન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થઈ હતી. આ સિવાય સુરતમાં નાની-મોટી જગ્યાઓ પર પણ આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કોવિડની ગાઈડ લાઇન અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે કૃષિ મંત્રીના હસ્તે કોરોના વોરિયર્સ એવા ડોકટર, પેરામેડીકલ સ્ટાફ, સેનિટેશન વર્કસ તથા કોરોનાની ગંભીર પરિસ્થિતિમાંથી મ્હાત આપીને સ્વસ્થ થયેલા વ્યકિતઓને સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

 

 

સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દેશભક્તિના જુવાળ વચ્ચે અનોખા અંદાજમાં કરવામાં આવી હતી. મંત્રીએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીએ સુરત જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જિલ્લા કલેક્ટરને રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

 

 

 

 

આ સાથે મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાતા ખેડૂતોની સમસ્યા વધી છે. આપણે સૌ વરસાદ આવે તેવી પ્રાર્થના કરીએ. સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ખેતી લાયક પાક મરી પરવાર્યા નથી. મુખ્ય મંત્રી સાથે થયેલ બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી છે. મધ્યમ અને જરૂરી વિસ્તારોમા પાણી છોડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ડેમોમાં પીવા લાયક પાણી સંગ્રહ કરી ખેતી માટે પાણી છોડવામાં આવશે.

 

 

 

 

આ સિવાય સુરત શહેરમાં વિવિધ શાળાઓમાં અને જાહેર સ્થળોએ પર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોવિડની ગાઈડલાઈન અનુસાર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application