Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા-સોનગઢ હાઇવે પર ટ્રક માંથી કાપડના કાર્ટુન ચોરાયા, પોલીસ ફરિયાદ નોંધાઈ

  • March 30, 2021 

વ્યારા-સોનગઢ માર્ગ પર આવતું માંડળ ગામના  ટોલ નાકા નજીકથી એક ટ્રક માંથી કાપડના 12 કાર્ટુન ચોરાયા હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાઈ છે.

 

 

 

 

 

મળતી માહિતી અનુસાર કડોદરા ખાતે આવેલ ચેતક રોડ વેઝ માંથી ટ્રક નંબર એપી/29/ટીબી/4750માં કાપડના કાર્ટુન નંગ 164 જેની કિંમત રૂપિયા 43,62,885/- નો મુદ્દામાલ ભરી ટ્રક હૈદરાબાદ જવા નીકળી હતી. દરમિયાન ટ્રક સોનગઢ ના માંડળ ગામના ટોલ નાકું પાસ કરી થોડે આગળ ખુલ્લી જગ્યામાં ટ્રક પાર્ક કરી ચાલકે ટ્રકના ટાયર ચેક કરતા ટ્રકની પાછળના ભાગે દરવાજાને મારવામાં આવેલ લોક ખુલ્લું જોતા ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં ભરવામાં આવેલ કાપડના કાર્ટુનો પૈકી કાપડના 12 કાર્ટુન જેની કિંમત રૂપિયા 3,10,643/- ના મત્તાની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

 

 

 

બનાવ અંગે ટ્રક ચાલક હરી સાધન દાસ એ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application