Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભીલાડના તલવાડા ગામે જૂની અદાવતે ટેમ્પો ચાલક પર હુમલો

  • January 28, 2025 

વલસાડના ભીલાડના તલવાડા ગામે સુરજ પંજાબી ધાબાના પાર્કિંગમાં ટેમ્પો ડ્રાઈવર જ્ઞાનેશ્વર નામદેવ કવડે ઉપર હુમલો થયો હતો. રામેશ્વર નારાયણ રાહુલવાડ (રહે.ભગનૂરવાડી, નાંદેડ, મહારાષ્ટ્ર)એ જૂના ઝગડાની અદાવત રાખી જ્ઞાનેશ્વર સાથે બોલાચાલી કરી હતી.


ત્યારબાદ તેણે કોઈક સાધન વડે જ્ઞાનેશ્વરના માથાના ડાભા ભાગે અને ડાબા કાનના ભાગે ઘા કરી ઈજા પહોંચાડી હતી. લોહીલોહાણ થઈ જવા સાથે જ્ઞાનેશ્વર બેભાન થઈ ગયો હતો. હુમલા બાદ રામેશ્વર નારાયણ રાહુલવાડ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ જ્ઞાનેશ્વરને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વાપીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાથી તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગે જ્ઞાનેશ્વરના મોટા ભાઈ તુકારામ કવડેએ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application