Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશનાં મોટાભાગનાં ભાગોમાં ગરમી વધી, ફેબ્રુઆરી મહિનામાં પડેલી ગરમીએ છેલ્લા 125 વર્ષનો કોર્ડ તોડી નાંખ્યો

  • March 01, 2025 

હવામાનમાં વિચિત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. શિયાળાની ઋતુમાં દેશના મોટાભાગના ભાગોમાં ગરમી વધી ગઈ હતી. ફેબ્રુઆરી મહિનામાં પડેલી ગરમીએ છેલ્લા 125 વર્ષનો કોર્ડ તોડી નાખ્યો છે. હવે હવામાન વિભાગે ચેતવણી આપી દીધી છે કે આ વખતે સામાન્ય કરતાં વધુ ગરમી પડશે. વર્ષ 1901માં હવામાન દ્વારા રેકોર્ડ રાખવાની શરૂ થયા પછી ફેબ્રુઆરી 2025 દેશમાં સૌથી ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, દેશના મોટાભાગના ભાગોમાં માર્ચથી મે મહિના દરમિયાન સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે. આ દરમિયાન ગરમીનું મોજું પણ રહેવાની શક્યતા છે. જાન્યુઆરી 2025નો મહિનો વર્ષ 1901 પછી ત્રીજો સૌથી ગરમ મહિનો હતો.


અગાઉ વર્ષ 1901ના રૅકોર્ડમાં 2024ને સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. શિયાળાની ઋતુમાં ગરમી અને માર્ચમાં સામાન્ય કરતાં વધુ ગરમીની આગાહી ખેડૂતો માટે મુશ્કેલીઓનું કારણ બની રહી છે. આનાથી ઘઉં અને સરસવના પાકને નુકસાન થઈ શકે છે. હાલમાં દેશમાં જે ગરમીની સ્થિતિ છે તે પહેલાં ક્યારેય જોવા મળી નથી. ફેબ્રુઆરીમાં આટલી ગરમી પહેલા ક્યારેય નહોતી પડી. છેલ્લા 8 મહિનામાંથી 5 મહિનામાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ સ્તરે રહ્યું. જે રાજ્યોમાં વાવણી મોડી પડી હતી, ત્યાં ગરમીને કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે.


ગરમીને લઈને IMD દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, માર્ચથી મે દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઉત્તર કર્ણાટકમાં સામાન્ય કરતાં વધુ ગરમીની આગાહી કરી છે. માર્ચ મહિનામાં, દ્વીપકલ્પીય ભારતના કેટલાક દક્ષિણ ભાગો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં માસિક મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. દક્ષિણ દ્વીપકલ્પીય ક્ષેત્રમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચે રહેવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application