હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ હીટવેવની આગાહી કરવાની સાથે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે તેમ છે. આ આગાહી વચ્ચે આજે સુરત શહેરનું તાપમાન 40 ડિગ્રી નોંધાયુ હતુ. હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ ગતરોજ સુરત શહેરનું તાપમાન 40 ડિગ્રી, લઘુતમ તાપમાન 25.0 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 26 ટકા, હવાનું દબાણ 1005.5 મિલીબાર અને ઉતર દિશામાંથી કલાકના 6 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી જમીન પરના ગરમ પવન સક્રિય થતા ગરમીમાં વધારો થઇ રહ્યો છે. જેમાં આજે હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરાઇ છે. આ આગાહી મુજબ ચાર દિવસ સુધી તાપમાનમાં વધારો નોંધાઇ શકે તેમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application