Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોર્યાસી તાલુકાના જુના ગામે ઉત્થાન પ્રકલ્પ હેઠળ શિક્ષક તાલીમ શિબિર યોજાઈ

  • November 22, 2021 

શિક્ષણમાં ગુણવત્તા વધારવા તેમજ કોરોનાકાળ દરમિયાન બાળકોની માનસિક પરિસ્થિતિ સમજી તેને અનુરૂપ શિક્ષણપદ્ધતિ અપનાવવા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ચોર્યાસી તાલુકાના જુનાગામે નવચેતન અદાણી વિદ્યાલયખાતે ઉત્થાન પ્રકલ્પ અંતર્ગત ત્રિ-દિવસીય ‘સંસ્કારઉત્સવ ૨.૦’ વિષય પર પૂર્ણકાલીન તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં નવચેતન વિદ્યાલયના શિક્ષકો તેમજ અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન સહાયકો મળી કુલ ૨૪ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.






બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ, સભાનતા, જિજ્ઞાસાવૃત્તિ, મૌલિકતા, રચનાત્મકતા, કલ્પનાશક્તિ, એકાગ્રતા, સહભાગિતા, આત્મવિશ્વાસ તેમજ આત્મગૌરવ જેવા ગુણોનું બાળકોમાં સિંચન થાય એ શિબિરનો મુખ્ય હેતુ હતો. જેમાં શિબિર હેઠળ બાળકોને અભ્યાસ તરફ વાળવા માટેની પઝલ્સ, વાર્તાશૈલી, પત્રલેખન, એકબીજાનો પરિચય, જૂથચર્ચા, મહાન વ્યક્તિના બાળપણને માણવું, સંગીતમય વાતાવરણ, નાટ્યકરણ, પ્રોત્સાહક કે પ્રેરણાદાયી ચિત્રપટ તેમજ ઈમોશનલ બેન્ક એકાઉન્ટના ઉદાહરણ જેવી વિવિધ તકનીકો દ્વારા બાળકોના સારા પાસા (જમા) અને નબળા પાસા (ઉધાર) જેવા ઉદાહરણોનો ઉપયોગ કરી શાળાના વાતાવરણને જીવંત બનાવવા તાલીમ અપાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application