Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાંચ માંગવાના પ્રકરણમાં તાપી જીલ્લા શિક્ષણ અધિકારી અને ક્લાર્ક ના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર

  • October 19, 2020 

શાળા ને આપેલી નોટીસ દફતરે કરવા માટે 10 લાખની લાંચ માંગવાના પ્રકરણમાં ધરપકડ કરાયેલ તાપી જીલ્લાના શિક્ષણ અધિકારી ભરત પટેલ અને ક્લાર્ક રવીન્દ્ર ઉર્ફે જીગો પટેલ ને કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે.

 

 

વ્યારા ખાતે એક  ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઇ મંગળભાઇ પટેલએ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટિસ આપી હતી. જે મુદ્દાઓની પુર્તતા શાળા તરફથી કરાતા ફરીથી અમુક મુદ્દાઓની પુર્તતા સાથે ફરીથી નોટિસ શાળાના આચાર્યને મોકલવામાં આવી હતી. આ બાબતે આચાર્યએ રૂબરૂમાં શિક્ષણાધિકારીની મુલાકાત કરી પુર્તતા અંગે ખુલાસો કરતા નોટિસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરી હતી. જે માંગણી મુજબ ભરત પટેલે એ કલાર્ક ને રકમ લેવા મોકલી આપ્યા હતા બીજી તરફ એસીબીએ છટકાનું આયોજન કર્યું હોવાની જાણ થતા લાંચની રકમ સ્વીકારી ન હતી.

 

 

લાંચના છટકા દરમિયાન એકત્રીત થયેલ પુરાવામાં શિક્ષણાધિકારી ભરત પટેલ અને કલર્ક રવિન્દ્રકમાર એકબીજાની મદદગારીમાં 10 લાખની લાંચની માંગણી કરેલ હોવાથી બન્ને આરોપી વિરૂધ્ધમાં લાંચની માંગણીનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી. રવિવાર ના રોજ એસીબી એ બને આરોપી ને વ્યારા ઈન્ચાર્જ સ્પેશિયલ એસીબી જજ ની કોર્ટ માં રજૂ કરી પાંચ દિવસ ના રિમાન્ડ ની માંગણી કરી હતી નામદાર જજ દ્વારા બુધવારે બપોરે સુધીના 03 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા.

 

વ્યારા એસીબીએ બને આરોપીઓ ના ઓડિયો અને અન્ય પુરાવા  સુરત અને ગાંધીનગર એફએસએલ માં મોકલવા તેમજ આ પ્રકરણ માં અન્ય કોણ કોણ છે ?? તે બાબત અને અગાવ કોઈ પાસે માગણી કરી છે કે કેમ ?? સહિત વિવિધ બાબતો નો રિપોર્ટ તૈયાર કરી કોર્ટમાં રજુ કરી પાંચ દિવસની રિમાન્ડની માગણી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application