તાપી જિલ્લાના બિલ્ડરની હત્યાના પ્રકરણમાં તાપી પોલીસને વધુ એક સફળતા મળી છે. શનિવારે દેવા મરાઠીને ઝડપી પાડ્યા બાદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટ દેવા મરાઠીના 1 જુન સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. જોકે હત્યાના અંજામ આપનાર ચોથો આરોપી મન્નુંમાલિયા ઓરિસ્સાવાલાને પણ ઓરિસ્સાથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે પોલીસે અત્યાર સુધી આ ગુનામાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.
ચોથા હત્યારાને ઓરિસ્સાથી ઝડપી પાડવામાં જિલ્લા પોલીસને સફળતા મળી
વ્યારામાં ગત.14 મી મે ના રોજ રાત્રીના 8-30 કલાકના અરસામાં નિશિષ શાહ નામના બિલ્ડરની ચાર અજાણ્યા ઈસમો દ્વારા નિર્મમ હત્યા કરાઈ હતી. જેમાં તાપી પોલીસે 5 ઇસમોની અટક કરી ચુકી હતી. જે પૈકી હત્યાને અંજામ આપનાર ચોથો હત્યારો મન્નુંમાલિયા ઓરિસ્સાવાલાને ઓરિસ્સાથી ઝડપી પાડવામાં જિલ્લા પોલીસને સફળતા મળી છે.
મુખ્યસુત્રધાર નવીન ખટીક હજુ ફરાર
ઉલ્લેખનીય છે કે, બિલ્ડર નિશિષ શાહની હત્યા 4 આરોપીએ તલવારના ઘા મારી કરી હતી. બિલ્ડર નિશિષ શાહની હત્યાના કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ ગુનામાં 80 હજારની સોપારી આપનાર મુખ્યસુત્રધાર નવીન ખટીક હજુ ફરાર છે.
તાપી પોલીસે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી
- પ્રતિક ખીમજીભાઈ ચુડાસમા રહે, અમરોલી-સુરત
- નવીન ઉર્ફે રવી ચુડામણ રહે, અમરોલી-સુરત
- ટીકો રબારી ઉર્ફે સંજય ઉર્ફે ટીકલો ગોવિંદભાઈ રબારી (કરમટીયા) રહે, બાબુ નગર, રામ કબીર મિલ-મઢી
- પરિમલભાઈ જસવંતભાઈ સોલંકી રહે, બેઠેલ કોલોની, અંધારવાડી રોડ-વ્યારા
- દેવા મરાઠી ઉર્ફે દેવાભાઈ વિનોદભાઈ જાધવ રહે, કાલી બસ્તી રેલ્વે સ્ટેશનની બાજુમાં-સુરત
- મન્નુંમાલિયા ઓરિસ્સાવાલા ઉર્ફે મન્નુ ગંતઈ સ્વાઈ હાલ રહે, ઉત્કલ નગર, સુમુલ ડેરી પાસે આવેલ ઝૂપડપટ્ટી-સુરત
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500