તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી કાઉન્સિલ કરતાં મહિલા દ્વારા જાણવા મળેલ કે, તેમના પતિ ચાર વર્ષ પહેલા ગુજરી ગયા હતાં અને તેમના બે બાળકો છે તેમજ પતિના ગુજરી ગયા પછી મહિલા બિમાર પડી જતાં તેમજ સાસરીમા કોઈ ધ્યાન ના આપતાં તેઓ તેમના નાના દિકરાને લઈ પિયરમાં રહેવા જતાં રહ્યાં હતાં. તેમનો મોટો દિકરો સાસરીમા દાદા-દાદી પાસે રહેવા જણાવતાં તેમને સાસુ સસરા પાસે મુકી ગયાં હતાં અને તેઓ ત્રણ વર્ષ સુધી પિયરમા જ રહ્યા હતા તેઓ થોડા સમય પહેલા સાસરીમા તેમના નાના દિકરાને લઈ ગયાં હતાં.
ત્યારે તેમના સાસુ સસરા જેઠ અને તેમના મોટા દીકરા તેમની જોડે ઝઘડો કરવા લાગ્યા અને તેમને ઘરમાથી કાઢી મુક્યા અને તેમને સાસરીમા હવે કોઈ સ્થાન નહીં મળે ને હવે પછી આવે નહીં તેમ કહી તેમના નાના દિકરા જોડે કાઢી મુક્યા હતાં. જેથી તેઓએ તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી બહેનના સાસુ સસરા તથા મોટા દિકરાને સમજાવવામાં આવેલ તેમને કાયદાનું ભાન કરાવેલ અને મહિલાના મોટા દીકરાને તેમના નાના ભાઈનું ભવિષ્યનું વિચારવા જણાવી મહિલાને તેમના સાસરીમા સ્થાન મળે તેમ બહેનના સાસુ-સસરાને સમજાવી તેમના જ દિકરાની વહુ તથા દિકરાને આમ ઘરમાથી કાઢી ના મુકાય તેમ સમજાવી બહેનના સાસુ-સસરા અને મોટા દીકરા વાતને સમજતાં તેમની વચ્ચે સમાધાન કરાવી મહિલાને સાસરીમા રહેવા માટેનું સ્થાન તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ અપાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application