Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી એલસીબી પોલીસે દારૂનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા

  • September 10, 2021 

સોનગઢ અને કાકરાપાર પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઓને એલસીબી પોલીસે ડોસવાડાથી ઝડપી કાર્યવાહી કરી હતી. સોનગઢ પોલીસ મથકનો સ્ટાફ ગત તા.04/07/21ના રોજ ડોસવાડા ગામ તરફ પેટ્રોલિંગમાં હતી. તે સમયે રોડ પરથી એક બાઇક શંકાસ્પદ સ્થિતિમાં પસાર થતી જોવા મળી હતી. પોલીસે બાઈક ચાલકને અટકાવવા પ્રયાસ કરતા ચાલક બાઈક રોડ નજીક મૂકી ખેતરાડી વિસ્તારમાં નાસી ગયો હતો. પોલીસે બાઈકની તપાસ કરતા બાઈક પર રાખેલ મીણીયા થેલા માંથી 12,000/-નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ ડોસવાડા ગામના ડુંગરી ફળિયામાં રહેતા ઈલેશ ગામીતની સંડોવણી બહાર આવી હતી અને ત્યારથી જ આરોપી નાસતો ફરતો હતો જેથી ગત તા.08/09/2021ના રોજ એલસીબીએ બાતમીના આધારે ડોસવાડાથી આરોપી ઈલેશ ગામીતને ઝડપી લીધા બાદ સોનગઢ પોલીસ ને સોંપી દીધો હતો.

 

 

 

 

 

જયારે વોન્ટેડ આરોપી ઝડપાવાની બીજી ઘટનામાં પોલીસે ગત તા.23/06/21ના દિવસે વ્યારાના વાંસકુઈ રહેતા અક્ષય હીરા ગામીતને ત્યાં દરોડો પાડી 5500/-ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો અને આ દારૂનો જથ્થો ડોસવાડા ગામના બંગલી ફળિયામાં રહેતા કાંતુભાઇ નટુભાઈ ગામીતએ પૂરો પાડ્યો હોવાનું આરોપીએ કબૂલાત આપી હતી એ આધારે કાંતુ ગામીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી આ વોન્ટેડ આરોપીને પણ પોલીસે ગત તા.08/09/2021ના રોજ એલસીબી પોલીસે ઝડપી લીધા બાદ કાકરાપાર પોલીસને હવાલે કરી દીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application