તાપી જિલ્લા સમાહર્તા એચ.કે.વઢવાણિયાએ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મોની ટીમને જણાવ્યું હતું કે વરસાદનો સમય હોય શક્ય એટલી વહેલી તકે પીવાના પાણીની યોજનાઓ સમયસર પૂર્ણ કરવી. આંગણવાડીઓ, શાળાઓ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર સૌથી પહેલા પાણી પુરવઠો મળી રહે તે મુજબનું આયોજન કરવું. સાથે સાથે ગ્રામ પંચાયતોના કામો દરમિયાન સરપંચ અને તલાટી બંનેને યોજનાઓ વિશે માહિતગાર કરવા જોઈએ.
જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ જણાવ્યું હતું કે, પી.એચ.સી./સી.એચ.સી. અને વેલનેશ સેન્ટરો ઉપર પાણીની સારી સુવિધા મળી રહે તે માટે ડોકટરો પાસેથી વિગતો મંગાવી વાસ્મોની ટીમને સત્વરે જાણ કરવા સૂચન કર્યું હતું.
વાસ્મોના યુનિટ મેનેજર જી.એમ.સોનકેસરીયાએ જિલ્લાની પાણી પુરવઠાની યોજનાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્વજલધારા, એન.આર.ડી.ડબલ્યુ.પી/ ઓગ્મેન્ટેશન ઈન ટેપ કનેક્ટીવીટી ઈન રૂરલ એરિયા ટ્રાયબલ સબ પ્લાન કાર્યક્રમ અંતર્ગત ૩૬ ગામોની અંદાજિત રૂ. ૨૦૩૧.૩૨ લાખના ખર્ચે ૮૮૨૪ નવા ઘર જોડાણ તેમજ ૪૦૩૨ રીપેરીંગ ઘર જોડાણ સાથેની યોજનાઓ મંજુર કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા ૧૬૬૪૧ લાખની ૮૭૧ યોજનાઓ મંજુર કરવામાં આવેલ છે. જે પૈકી ૫૬૪ યોજનાઓ પૂર્ણ કરવામાં આવેલ છે. ૮૨ યોજનાઓ ભૌતિક રીતે પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરવામાં આવેલ છે તથા ૧૪૪ યોજનાઓના કામો પ્રગતિમાં છે. તેમજ જિલ્લાની ૪૫૬ આંગણવાડીઓમાં તથા ૯૫ પ્રાથમિક શાળાઓમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ હોવાનું જણાવ્યુ હતુ. ઉલ્લીખનીયા છે કે, તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૬૮૨૦૫ ઘર નળ જોડાણ પૂર્ણ કરવામાં આવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500