તાપી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીની બેઠક કલેક્ટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં વ્યાજબી ભાવની દુકાન પર આધારિત વિતરણ વ્યવસ્થામાં ઓફલાઈન ટ્રાન્જેક્શન, સાયલેન્ટ રેશનકાર્ડ/એફ્પીએસ, તાલુકાવાર દર માસે મોડલ એફ.પી.એસ બનાવવા અંગે તથા અનાજની ફાળવણી અંગે અને વિતરણ અંગે તાલુકાવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટરએ વ્યાજબી ભાવની દુકાન પર આધારિત વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ ન પડે તે માટે વ્યાજબી ભાવની દુકાનો સતત ચાલુ રહે તે અંગે તકેદારી રાખવાની સુચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ નાગરિકોને નિયમિત રીતે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળી રહે તે જોવા માટે કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. બેઠકની શરૂઆતમાં જિલ્લા પુરવઠા અધિકારી નૈતીકા પટેલે સૌને આવકારી યોજનાકિય બાબતો અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના ફેઝ-૧ હેઠળ ૪૨૭૬૩ લોકોને જ્યારે ફઝ-૨માં કુલ-૨૨૧૪૯ લાભાર્થીઓને ગેસ કનેકશન આપવામાં આવ્યા છે.
વધુમાં ૧૨માસથી વધુ સમય માટે સાયલાન્ટ(બંધ) કુલ-૧૨૧૨ રેશન કાર્ડધારકોની ઓફલાઇન કે.વાય.સી કરવાની કામગીરી સઅંબંધિત મામલતદાર કચેરીઓ ખાતે પૂર્ણ કરવામાં આવેલ છે આ તમામની ઇ-કે.વાય.સી કરી પુન: પ્રસ્થાપિત કરવામાં આવશે. વન નેશન વન રેશન યોજના હેઠળ કુલ-૧૦૩૨ લોકોને જિલ્લામાં અને ૧૯૨ લોકોને આંતર જિલ્લાનો લાભ મળ્યો છે. જ્યારે અન્ય રાજ્યોના લાભર્થીઓએ ગુજરાતમાંથી મેળવેલ આનાજમાં કુલ-૭૧ અને ગુજરાત રાજ્યના રેશનકાર્ડ ધારકો જેમણે અન્ય રાજ્યમાંથી લાભ લીધો હોય તેવા કુલ-૧૬ લાભાર્થીઓ છે એમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application