Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મેઢા ગામમાંથી કોઈ અજાણ્યા ઈસમે બાઈક ચોરી કરી

  • February 23, 2021 

સોનગઢના મેઢા ગામના આમલી ફળીયામાં લગ્ન પ્રસંગે ગયેલા યુવકની બાઈકની ઉઠાંતરી થઇ હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાઈ છે.

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ઘોડચિત ગામના જલારામ ફળીયામાં રહેતા કિંજલભાઈ રાજેશભાઈ ગામીત નાઓ સોનગઢના મેઢા ગામના આમલી ફળીયામાં લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે પોતાની બજાજ પલ્સર-220 મોટર સાયકલ નંબર જીજે/26/એસ/3271 જેની કિંમત રૂપિયા 35 હજારની રોડ ઉપર હેન્ડલોક કર્યા વગર મુકેલ હોય કોઈ અજાણ્યા ચોર ઇસમે બાઈક ચોરી નાશી ગયો હતો.

 

 

 

આ બનાવ અંગે  કિંજલભાઈ ગામીતે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી જેમની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application