તાપી જિલ્લાનાં ખેરવાડા રેન્જમાંથી વન વિભાગની ટીમે શિકારી ટોળકીને ઝડપી લીધી હતી, જેઓના રિમાન્ડ દરમિયાન વન વિભાગની કચેરી ખાતે જઈ વન વિભાગના અધિકારી અને કર્મચારીઓને ધાક ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતા એક મહિલા અને એક પુરુષ સામે RFO દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢની ખેરવાડા રેન્જની ટીમે શિકારી ટોળકીને ઝડપી પાડી હતી જે પ્રકરણમાં આરોપીઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછ સહિતની કાર્યવાહી ચાલી રહી હતી.
તે દરમિયાન વન વિભાગની કચેરીએ આવીને સિંગાભાઈ જેઠિયાભાઈ વસાવાએ સંગીતાબેન દામજીભાઈને ઉશ્કેરની કરી હતી તેમજ આરોપીઓને છોડી મૂકવા મહિલાને ઉશ્કેરણી કરતા મહિલાએ વન વિભાગની ઓફિસમાં જઈ વન વિભાગના અધિકારી અને કર્મચારીઓને ધાકધમકી આપી ફરજમાં રૂકાવટ કરતા RFO અશ્વિનાકુમારી પટેલએ આરોપી સિંગાભાઈ વસાવા અને સંગીતાબેન વસાવા (રહે.ખેરવાડા) વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application