Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝાડ સાથે બાઈક અથડાતા યુવકનું મોત

  • February 15, 2021 

સોનગઢનાં મોટાકાકડકુવા ગામમાં મોટા ફળીયામાં રહેતા યુસુફભાઈ કેશીયાભાઈ ગામીત જે એટીએમ સેન્ટરમાં સીક્યુંરીટી ગાર્ડ તરીકેની નોકરી કરતા હતા. યુસુફભાઈ બપોરે પોતાની બાઈક નંબર જીજે/26/એમ/8775 પર સવાર થઈ નજીક આવેલા બોરકુવા ગામે મામાના ઘરે મળવા ગયા હતા. ત્યારબાદ ત્યાંથી મોડી સાંજે પરત પોતાના ઘરે આવા માટે નીકળ્યા હતા અને બાઈક બંધારપાડા-ટેમકા રોડ પર આવેલા ચકવાણ ગામની ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી. તે સમય દરમિયાન  યુસુફભાઈ એ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક રોડ નજીક આવેલા એક પીપળાના ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં યુસુફભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

 

 

આ બનાવ અંગે સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.              


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application