Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

7 વર્ષથી આવાસ યોજનાનો છેલ્લો હફતો ન મળતા મામલતદારને કરાઈ લેખિત રજૂઆત

  • September 30, 2021 

ઉચ્છલ તાલુકાના સેવટી તાલુકા પંચાયત સીટ વિસ્તારમાં સમાવિષ્ટ કમલાપુર અને અન્ય ગામોના આદિમ જૂથના લોકોને આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. લાભાર્થીઓને સહાયનો પહેલો અને બીજો હપ્તો મળી ગયો છે પરંતુ આખરી હપ્તાના નાણાં સાત વર્ષથી ચૂકવાયા નથી. જેથી સેવટી તાલુકા પંચાયતના સભ્ય અને ઉચ્છલ તાલુકા પંચાયત વિપક્ષ નેતા મહેશભાઈ વળવી અને આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. પત્રમાં જણાવ્યાનુસાર ગ્રામ પંચાયત છાપટીમાં સમાવિષ્ટ એવાં કમાલપુરના 6 લાભાર્થીઓને ઇન્દિરા આવાસ યોજના અને પીએમ આવાસ યોજના હેઠળ લાભ અપાયો હતો અને કાચામાંથી પાકા ઘર બાંધવાની શરૂઆત 2012-13માં થઇ હતી પરંતુ લાભાર્થીઓને તે સમયે સરકારી નીતિ પ્રમાણે સહાયનો પહેલો અને બીજો હપ્તો ચૂકવાયો હતો અને મકાન તૈયાર થયા પછી છેલ્લા હપ્તાની રકમ ચૂકવાય ન હતી. લાભાર્થીઓ છેલ્લા હપ્તાના નાણાં મેળવવા 7 વર્ષથી આટા મારી રહ્યા છે.

 

 

 

 

 

જયારે કમલાપુરના 6 લાભાર્થીના કિસ્સામાં મામલતદાર કચેરીએ રજૂઆતમાં જાણવા મળ્યું હતું કે, તેમના નામ રેકર્ડ પર નથી ત્યારે પહેલો અને બીજો હપ્તો મેળવનાર લાભાર્થીના નામ છેલ્લા હપ્તામાંથી કઈ રીતે નીકળી ગયા એ તપાસનો વિષય છે. તાલુકાના 24 ગ્રામ પંચાયતમાં આવાસ યોજનાના લાભાર્થીઓની યાદી તાલુકા મથકે આપવામાં આવે જ છે ત્યારે તેમના રેકર્ડ પરથી નામ કઈ રીતે નીકળી ગયા. સેવટી તાલુકા પંચાયત સીટમાં સમાવિષ્ટ સેવટી, આરકાટી, આડગામ અને કુઇદાના લાભાર્થીઓની છેલ્લા હપ્તાની સહાયની ફાઈલ સરકારી કચેરીએથી મળતી નથી એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application