સોનગઢ તાલુકામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જામખડી ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ, ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કોર્ડીનેટર ડો.યોગેશ શર્મા, તાલુકા આરોય અધિકારી ડો.દિપક ચૌધરી, સર્જન ડો.મયંક ચૌધરી, મેડિકલ ઓફિસર ડો.સંતોષ વાઘ ઉપસ્થિત રહ્યા.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વ્રારા આજુબાજુના વિસ્તારમાંથી આવેલ સગર્ભા માતાઓ તેમજ લક્ષિત દંપતિઓને વધતી જતી જનસંખ્યા તેમજ તેના લીધે ઉદભવતા સામાજિક તેમજ આર્થિક પ્રશ્નો વિશે ચર્ચા કરી નાનુ કુટુંબ સુખી કુટુંબની ભાવનાને ધ્યાનમાં રાખી કુટુંબ નિયોજન અપનાવવા આરોગ્ય શિક્ષણ આપ્યુ. કુટુંબ નિયોજન માટેની કાયમી અને કામચલાઉ પદ્ધતિ તેમજ તેના ફાયદા વિશે સમજ આપી. કેમ્પમાં કુલ 17 જેટલા લાભાર્થીઓએ કુટુંબ નિયોજન માટેની કાયમી પદ્દ્તિ અપનાવી સમાજ તેમજ કુટુંબ પ્રત્યેની પોતાની ફરજ અદા કરી જે માટે ઉપસ્થિત પદાધિકારીઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500