મહિલા સામખ્ય તાપી દ્વારા તાજેતરમાં ઉચ્છલ અને સોનગઢ તાલુકામાં શિક્ષણનું મહત્વ, બાળમજુરી તથા જલ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્છલ તાલુકાના રાજીવ ગાંધી હોલ ફુલવાડી ખાતે કિશોરી કાર્યશાળાનું આયોજન કરાયુ હતું. જેમાં હેલ્થ ઓફિસર ડો. પ્રિતિના ગાવીતે કોશોરીઓને આરોગ્ય, મહિલા સામખ્યના જયા ગામીત,ગિરેશ્વરી ગામીત અને મિનાક્ષી ગામીત દ્વારા કિશોરીઓને શિક્ષણનુ મહત્વ, કુપોષણ, બાળલગ્ન, બાળમજુરી, એનેમિયા,કિશોરીઓને મુઝવતા પ્રશ્નો અને વિવેક વોકેશનલ તાલીમ સેન્ટર વિશે વિસ્તૃત સમજ આપી હતી.
દરમિયાન સોનગઢ તાલુકામાં આંબા ગામે જલ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને પર્યાવરણનું મહત્વ, જાળવણી અને રક્ષણ તેમજ પર્યાવરણથી થતા ફાયદાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં કરાઈ હતી. વધુમાં નવા આધારવન ઉભા કરી જંગલ બચાવ અભિયાનમાં સહભાગી થવા તથા પાણીનું આપણા રોજિંદા જીવનમાં મહત્વ, તેની બચત તેમજ પાણીના સ્ત્રોતની આસપાસ સ્વચ્છતા વિશે સમજ આપવામાં આવી હતી.
આ ક્રાર્યક્રમમાં આંબા ગામના સંઘની બહેનો, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ મહિલા સામખ્ય-તાપીના કાર્યકર્તા સયનુબેન, ગીતાબેન, અરુણાબેન અને રંજીતાબેને ઉપસથિત રહી મહિલાલક્ષી વિવિધ કલયાણ યોજનાઓની જાણકારી પુરી પાડી હતી. આ પ્રસંગે જૂથ ગ્રામ પંચાયત અને વન વિભાગ દ્વારા આપવામાં આવતી સહાય તથા વન પેદાશો દ્વારા રોજઘારી મેળવવા બાબતે પણી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500