Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂનાં ગુનામાં નાસતો ફરતો વોન્ડેટ આરોપી ડોલવણ માંથી ઝડપાયો

  • February 20, 2021 

દારૂના ગુનામાં સંડવાયેલો અને નાસતો ફરતો વોન્ડેટ આરોપી ને ડોલવણ માંથી ઝડપી પાડવામાં એ.ઓ.જી. ટીમ તાપીને સફળતા મળી છે.

 

 

 

મળતી માહિતી અનુસાર તાપી જીલ્લાના નાસતા ફરતા તથા બીજા જીલ્લાના ગુનાઓમાં સંડોવાયેલ હોય તેમજ તાપી જીલ્લાના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને પકડવા સુચના આપેલ હોય, જે આધારે એ.ઓ.જી. ટીમ તાપી સ્ટાફના માણસો ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે, હર્ષદ કનુભાઈ ચૌધરી (રહે.આશ્રમ ફળીયુ,તા.ડોલવણ,જી.તાપી) નાનો, માંડવી  પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલ હોય આરોપીને ડોલવણનાં ચાર રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ આરોપીની સી.આર.પી.સી ૪૧(૧) આઇ મુજબ અટક કરી એ.ઓ.જી. ટીમ તાપી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application