મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગ રૂપે અભયમ 181મહિલા હેલ્પલાઇન અને વેલ એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટર વ્યારાના સહયોગથી સ્વાવલંબન દિન નિમિતે તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ યોજાયો હતો. જેમાં મહિલાઓએ શિક્ષણ મેળવી ઉચ્ચ કારકિર્દી બનાવી આર્થિક રીતે પગભર થવું જોઈએ અને ટેકનિકલ ટ્રેનિંગ મેળવી પોતાનો વ્યવસાય અને જોબ મેળવી શકાય છે.
સરકાર દ્વારા કાર્યરત અભયમ 181મહિલા હેલ્પલાઇન વિષે માહિતી આપતાં કાઉન્સેલર એ જણાવેલ કે, અભયમ હેલ્પલાઇન 24*7 વિના મુલ્યે મહિલાઓને આપતી ના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ કરે છે કોઈપણ શારીરિક, માનસિક કે જાતીય સતામણીના કિસ્સામા મદદરૂપ બને છે. અભયમ એપ્સ પોતાના સ્માર્ટ મોબાઈલમા ડાઉન્લોઅડ કરી મુશ્કેલી ના સમયે તેનો ઉપયોગ કરવાથી અભયમ સેવાઓ ઝડપથી મળી રહે છે જેથી તાલીમાર્થીઓના મોબાઈલમા એપ્સ ડાઉન્લોઅડ કરાવવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500