તાપી જીલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની વધતી જતી પરિસ્થિતિના પગલે તાપી આરોગ્ય વિભાગ તેમજ વહીવટ તંત્ર કામે લાગી ગયું હતું. હાલ તાપી જીલ્લામાં સાત તાલુકામાં 60 હજારથી વધુ લોકોને વેક્સિન મુકાઈ છે અને સાથે વધુમાં વધુ લોકો કોરોના પ્રતિરોધક રસી મુકવા માટે પ્રયાસ હાથ ધરી રહી છે.
હાલની કોરોનાની સ્થિતિ ગંભીર બનતા વ્યારાની વિવિધ હોસ્પિટલમાં દર્દીઓ સંખ્યા વધતા હાઉસફૂલ થઈ છે. વ્યારામાં જનરલ હોસ્પિટલમાં 160 બેડ દર્દીઓથી ફૂલ થઈ ગયા હતા. સિવિલમાં નોન કોવિડને પણ દાખલ કરવામાં આવે છે. કોરોનાના વધતા જીલ્લાનાં વધુ બેડ ધરાવતી હોસ્પિટલની જરૂરિયાત ઉભી થઈ હતી, જેના કારણે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાપી જીલ્લા કલેકટર આર.જે.હાલાણીએ આરોગની ટીમ અને વ્યારા સિવિલ સુપ્રીટેન્ડ ડો.નૈતિકભાઈ ચૌધરીના સાથે બેઠક યોજી જેમાં વ્યારાની કાળીદાસ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા અને 5 બેડ આઈસીયુ સુવિધા સાથે 100 બેડની હોસ્પિટલમાં બનવાની કામગીરી ચાલુ કરી દેવાઈ હતી.
જનરલ હોસ્પિટલમાં હાલ 100 બેડ ફૂલ થઈ ગયા હતા. ત્યારે વધતા દર્દીઓને ધ્યાનમાં રાખતા અને હોસ્પિટલમાં જગ્યા ના અભાવે હાલાકી વધી ગઈ હતી. હોસ્પિટલમાં દર્દીઓ સારવારની મુશ્કેલીઓ ઉભી થતા તાત્કાલિક વ્યારાની કાળીદાસ હોસ્પિટલમાં જનરલ હોસ્પિટલએ ડેડીકેટ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી દેવાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500