કુકરમુંડા તાલુકાનાં બાલદા ગામની બાજુમાંથી પસાર થતો જાહેર રસ્તાની બાજુમાં ખુલ્લી ગટર લાઈનના ગંદા અને દુર્ગંધવાળા પાણીથી તેમજ ગામમાં ગંદા પાણીના નિકાલ માટે પાકી ગટર લાઈનના અભાવે થતી ગંદકી તેમજ ગંદા અને દુર્ગધવાળા પાણીથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેમછતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહી છે. બાલદા ગામમા અગાઉ પણ સિમેન્ટના પાઇપ લાઈનની ગટર બનાવવામા આવેલ હતી પરંતુ તે ફક્ત શોભા સમાન છે અને એમાં અમુક જગ્યાએ પાઇપો ઉપર જ મુકેલા હોવાથી ગંદા પાણીનું નિકાલ થતું જ નથી. જેથી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહયું છે. ગ્રામજનો આ ખુલ્લી ગટર અને ઠેર-ઠેર ગંદકી તેમજ ગંદા અને દુર્ગંધવાળા પાણીથી જીવલેણ રોગ ચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ, એવો પ્રશ્ન સ્થાનિકોમાં ઉઠવા પામ્યો છે.
આમ તો સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન ચલાવવામા આવી રહ્યું છે અને બીજી તરફ ગામમાં પાકી ગટરનો અભાવ જોવા મળી રહયો છે. જયારે છેવાડાના ગામડાઓને વિકાસના પંથે લઇ જવા માટે સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત લાખો અને કરોડોની રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે પણ વિકાસ જોવા મળતો નથી. ગામડાઓ સરકારના લાખોની ગ્રાન્ટનો સદઉપયોગ થતો જ નથી એવું કહેવું ખોટું નથી. કુકરમુંડાના બાલદા ગામમાં પાકી ગટરનો અભાવ જોવા મળી રહ્યો છે અને જેથી ગામમા ઠેર-ઠેર ગંદકી થઇ રહી છે.
તો બીજી તરફ ગામની બાજુમાંથી પસાર થતો જાહેર રસ્તાની બાજુમાં આવેલ અને ઘરોના આંગણામાં ખુલ્લી ગટર લાઈનનું ગંદુ અને દુર્ગધવાળા પાણીથી લોકો હેરાન પરેશાન થઇ રહયા છે. બાલદા ગામમા પાકી ગટરના અભાવે ઠેરઠેર ગંદકી અને ખુલ્લી ગટરના ગંદા અને દુર્ગંધવાળા પાણીથી મચ્છરોઓનું ઉપદ્રવ વધી રહયો છે. જેના કારણે આવનાર સમયમાં ગ્રામજનોમાં ડેન્ગ્યુ, ઝેરી મલેરિયા તાવ, ઝાડા, ઉલ્ટી, જેવી અનેક પ્રકારના જીવલેણ રોગચાળો ફાટી નીકળે તેમ છે. ગામમાં જીવલેણ રોગચાળો ફાટી નીકળતા પહેલા જવાબદાર તંત્ર બાલદા ગામમાં ઠેરઠેર થયેલી ગંદકી દૂર કરાવે અને ગામમાં પાકી ગટર બનાવે તે જરૂરી બન્યું છે પરંતુ હવે જોવું એ છે કે તંત્ર ક્યારે જાગે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500