Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ ખાતે વિજય વિશ્વાસ સંમેલન અને પેજ સમિતિ કાર્ડ વિતરણ સમારોહ યોજાયો

  • February 23, 2021 

તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉચ્છલ ખાતે ચૂંટણી પ્રચારમાં આવી પહોંચ્યા હતા..આ વેળાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

 

 

 

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈને તાપીના ઉચ્છલ ખાતે વિજય વિશ્વાસ સંમેલન અને પેજ સમિતિ કાર્ડ વિતરણ સમારોહ તાપી જિલ્લા ભાજપ દ્વારા યોજાયો હતો, જેમાં પ્રદેશ ગુજરાત પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા, તેમણે કાર્યકરોને કાર્ડ વિતરણ ની સાથો સાથ  ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાકીય માહિતી ની સીધી સમજ લોકોને આપવાની અપીલ કરી હતી, આ વેળાએ યોજાયેલ મહાનગર પાલિકાની ચૂંટણીમાં  બીજેપી તમામ સીટો પર વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, અને આવનાર તાલુકા,જિલ્લા તેમજ નગર પાલિકાની ચૂંટણીમાં પણ ભવ્ય વિજય મેળવશે અને કોંગ્રેસના સુપડાસાફ થઈ જશે અને ભાજપ ભવ્ય થી અતિ ભવ્ય વિજય નીવડશે તેવું જણાવ્યું હતું.

 

 

 

 

ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થયા મુજબ હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 60 વર્ષ થી ઉપરના લોકો તેમજ ત્રણ ટર્મ પૂર્ણ કરેલા લોકો ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી શક્શે નહી. જેનું મુખ્યકારણ યુવા પ્રતિભાઓને યોગ્ય કૌવત દાખવવાની તક મળે જેથી આજના સમારોહમાં અભૂતપૂર્વ યુવામેદની એકથી થઈ હતી પરંતુ જેઓને નવા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણય ના કારણે ટિકિટ નથી મળી તેઓ એ નિરાશ થવાની જરૂર નથી તેઓ વિધાનસભા અને લોકસભા માટે ઉમેદવારી નોંધાવી શકશે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો નિયમ લાગુ નહિ પડે એ સ્પષ્ટતા કરી હતી. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષે ઉપસ્થિત યુવાનોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ના તમામ કાર્યકર્તાઓએ આ નિર્ણય ને ખુશીથી વધાવી લીધો હતો જે કારણોસર રાજ્યના મુખ્ય ભાજપ કાર્યાલય કમલમ નો એક પણ કાચ તૂટ્યો નથી જ્યારે સામાં પક્ષે કોંગ્રેસી અસંતુષ્ટઓ એ કાચ ફોડી ધમાલ કરી વિરોધ દર્શાવ્યો હતો. વધુમાં કેન્દ્રસરકાર ની વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓની વાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની સહાયની યોજનાની રકમ ખેડૂતોના બેન્ક ખાતાઓમાં જમા થઈ રહી છે. કોંગ્રેસના સમયના દલાલો હાલ આ કારણોસર ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

 

 

 

 

દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 3700 કરોડની સહાય ખેડૂતોના બેન્ક ખાતાઓમાં સીધે સીધા જમા કરાવ્યા છે જે ભાજપ સરકારની ખુબજ મોટી સિદ્ધિ અને પ્રજાલક્ષી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. સરકારની અન્ય યોજનાઓ બાબતે સરકાર દ્વારા ખાસ દીકરીઓના ઘડતર અંગે સર્વાંગી વિકાસ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ વીમા યોજના હેઠળ ખુબજ મામુલી એવી 12 રૂપિયાની રકમથી ઉતારવામાં આવતા વીમા ની 2 લાખ રૂપિયાની રકમનું વળતર મળી રહે જે કેન્દ્ર સરકારનું છેવાડાના માનવી ની સુરક્ષા કાજે એક ઐતિહાસિક પહેલ કહી શકાય.

 

 

 

 

જ્યારે ભાજપ દ્વારા રામમંદિર નિર્માણ માટે વચન આપ્યું હતું ત્યારે વિરોધીઓ કહેતા હતા કે મંદિર વહી બનાએંગે પર તારીખ નહિ બતાએંગે જેની સામે રામમંદિર નું નિર્માણ રામ લલ્લા ના જન્મસ્થળે થઈ રહ્યું છે જેમાં ભારત ભરના સામાન્ય માં સામાન્ય માનવીની પ્રભુ શ્રીરામ માટેની આસ્થા ધરાવતા હોવાથી તેઓની આસ્થાને ધ્યાને રાખી તમામ પ્રજાજનો પોતાનો સહયોગ આ રામમંદિર ના નિર્માણકાર્ય માં આપી રહ્યા છે. આ સિવાય કાશ્મીર મુદ્દે જણાવ્યું હતું કે ભાજપે કાશ્મીર માં થી કલમ 370 અને 35A રદ્દ કરવા માટે આપેલું વચન પાળી બતાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી એ પોતે આપેલા તમામ વચનો પૂર્ણ કર્યા છે. આ ચૂંટણી તો ટ્રાયલ માત્ર છે. પિક્ચર હજુ બાકી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application