ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ ઍરિયામાં બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્ના છે. સતત પડતા વરસાદને કારણે ઉકાઈડેમમાં વિપુલ પ્ર્માણમાં નવા નીર આવતા સપાટીમાં પણ નજીવો વધારો થઈ રહ્યો છે. આજે બપોરે ઍક વાગ્યે ઉકાઈડેમની સપાટી ૩૩૪ ફુટે પહોîચી હતી અને ડેમમાં ૧,૪૫,૧૦૧ ક્યુસેક પાણીની આવક થવા પામી છે. તો બીજી તરફ હથનુર ડેમના તમામે તમામ ૩૬ ગેટ ખોલીને ૮૨,૧૭૮ ક્યુસેક અને પ્રકાશા ડેમના ૯ ગેટ ખોલી ૧,૧૮,૯૯૯ ક્યુસેક પાણી છોડવાની શરુઆત કરવામાં આવી છે આ પાણીનો જથ્થો ઉકાઈડેમમાં આવતા સાંજ સુધીમાં સપાટીમાં નજીવો વધારો થવાની શકયતા છે.
મળતી વિગત મુજબ છેલ્લા બે દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી રહ્ના છે. દક્ષિણ ગુજરાતની સાથે તાપી નદીના ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેસમાં આવેલા ૨૧ જેટલા કેચમેન્ટ એરિયામાં પણ બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્ના છે. ઉપરવાસમાં સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ડેમમાં પણ નવા નીર આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ વિતેલા ચોવીસ કલાકમાં ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ એરિયા પૈકી સાગબારામાં ૧૧૩ મી.મી એટલે સવ્વા ચાર ઈંચ, સારનખેડામાં ૯૨ મી.મી એટલે ચાર ઈંચ, સાવખેડામાં ૬૮ મી.મી એટલે અઢી ઈંચ, ધુલીયામાં ૫૨ મીમી એટલે બે ઈંચ. દેડતલાઈમાં ૫૫ મી.મી એટલે બે ઈંચ, લખપુરીમાં ૧૧.૪૦ મી.મી, ચીખલધરામાં ૨૯ મી.મી, ગોપાલખેડામાં ૨૧.૪૦ મી.મી, બુરાહનપુરમાં ૨૯.૮૦ મી.મી, યરલીમાં ૨૭ મી.મી, હથનુરમાં ૧૨.૬૦ મી.મી, ભુસાવલમાં ૩૦.૮૦ મી.મી, ગીરનાડેમમાં ૪૨ મી.મી, દહીગાંવમાં ૪૪ મ.મી, ગીધાડેમાં ૨૫ મીમી મળી કુલ ૧૬ ગેજ સ્ટેશનમાં કુલ ૬૫૬.૯૦ ઓમીયમી વરસાદ ઝીંકાયો હતો.
વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન ઉકાઈડેમમાં આજરોજ બપોરના એક વાગ્યે ઉકાઈડેમની સપાટી વધીની ૩૩૪.૩૮ ફુટે પહોંચી હતી અને ડેમમાં ૧,૪૫,૧૦૧ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી જયારે હથનુર ડેમની સપાટી ૨૦૯.૩૮૦ મીટર અને ડેમના તમમ ૩૬ દરવાજાઓ ખોલીને ૮૨,૧૭૮ ક્યુસેક જયારે પ્રકાશા ડેમની સપાટી ૧૦૬.૦૦ મીટરે પહોંચતા તંત્ર વાહકો દ્વારા તેમના ૯ દરવાજાઓ ખોલી ૧,૧૮,૯૯૯ ક્યુસેક પાણી છોડવાની શરુઆત કરી છે આ તમામ પાણીનો જથ્થો ઉકાઈડેમમાં આવતો હોવાથી સાંજ સુધીમાં ડેમની સપાટીમાં નજીવો વધારો થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500