Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાકવેલ પાસે એસટી બસે બાઈકને ટક્કર મારતા બે યુવકોને ઇજા

  • February 23, 2021 

એક બસના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઈક સવાર બે યુવકો ને ગંભીર ઇજા થઇ હતી. આ પૈકી એક યુવક ને સુરત જયારે બીજા ને વ્યારા ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સોનગઢ તાલુકાના બાવલી ગામે રહેતા ગોવિંદભાઇ વસાવા ગામમાં જ રહેતા પોતાના મિત્ર વિનેશભાઈ ચીમનભાઈ વસાવા સાથે તેમની બાઈક પર બેસી મેઢા ગામે આયોજિત એક સામાજિક કાર્યક્રમમાં હાજરી પુરાવવા ગયા હતા. ત્યાંથી બંને મિત્રો બાઈક લઇ સાંજે છ વાગ્યાના અરસામાં પરત બાવલી જવા નીકળ્યા હતા. આ બાઈક સોનગઢ-ઉકાઈ રોડ પર આવેલ વાકવેલ ગામના ટેકરા નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે સામેથી આવતી એક એસટી બસ નંબર જીજે/18/ઝેડ/3300ના ચાલકે પોતાની બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી બાઈક ને જોરદાર ટક્કર મારી હતી તેથી બાઈક સવાર બંને મિત્રો રોડ પર ફેંકાઈ ગયા હતા. આ બનાવમાં ફરિયાદી ગોવિંદ વસાવા ને પગમાં અને હાથમાં ઇજા થતા એને સારવાર માટે વ્યારા ખસેડાયો હતો જયારે બાઇકચાલક એવા વિનેશભાઈ ચીમનભાઈ વસાવા ને માથા અને શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મોકલવામાં આવ્યો હતો.

 

 

 

આ બનાવ અંગે સોનગઢ પોલીસે અજાણ્યા બસચાલક સામે ગોવિંદ વસાવાની ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application