વ્યારા પોલીસ બપોરના સમયે ઉનાઈ નાકા ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા તે સમય દરમિયાન એક આઈસર ટેમ્પો નંબર જીજે/09/ઝેડ/4330ને રોકી તપાસ હાથ ધરતા ટેમ્પોમાં ખીચોખીચ અને ટૂંકી દોરીથી બાંધી ઘાસચારો કે પાણીની સગવડ વગર,પ્રાથમિક સારવાના મેડીકલ સાધનો તથા સક્ષમ અધિકારીઓના પ્રમાણપત્ર કે ઓફિસરના પ્રમાણપત્ર કે વેટેનરી ઓફિસરના પ્રમાણપત્ર વિના દુધાળા પશુઓની હેરાફેરી કરવામાં આવતી હતી. પાસ પરમીટ વિના પંચમહાલથી વ્યારા મગરકુઈ ખાતે પશુઓની ફેરાફેરી કરવામાં આવતા હતા.
ટેમ્પોમાંથી ગાય અને વાછરડા મળી આવ્યા હતા જેની કીંમત રૂપિયા 3,50,000/- હતી અને ટેમ્પોની કીંમત રૂપિયા 3,00,000/- હતી જે બંને પોલીસે કબ્જે કરી લીધી હતી. પશુઓની હેરાફેરી દરમિયાન એક નાના બચ્ચાનું ટેમ્પોમાં મોત નીપજ્યું હતું. પોલીસે પાસ પરમીટ વિના પશુઓની હેરાફેરી કરતા ગોપાલભાઈ માલાભાઈ પરમાર(અરવલ્લી) અને મન્ટુ સામળભાઈ ઝાલા (અરવલ્લી)ની સામે વ્યારા પોલીસે મથકે પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ ચીમનભાઈએ ફરિયાદ કરતા વધુ તપાસ એ.એસ.આઈ. ભીખાભાઈ જેઠાભાઈ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500