Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડના ગોડધા ગામે અઢી વર્ષીય દીપડી પાંજરે પુરાઈ

  • September 30, 2021 

વાલોડ તાલુકાના ગોડધા ગામમાં તથા ખેતરોમાં દીપડાની અવરજવર હોવા અંગે તથા દીપડો દેખાવાના પગલે તથા દીપડાના પંજાના નિશાન નજરે પડતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સરજાયો હતો. જોકે  માહ્યાવંશી ફળિયા નજીક ખેતરોમાં શેરડીનો પાક ઊભો હોવાથી અને મરઘાં બતકા સરળતાથી મળી જતાં હોય કેટલાક દિવસોથી ખેતરમાંથી દીપડો આવી ચઢતો હોવા અંગે ગ્રામજનોએ દિપડાને પકડવા અને પાંજરે પુરાય તે હેતુથી વનવિભાગના અધિકારીઓને જાણ કરતાં વનવિભાગના કર્મચારીઓ અને ડબ્લ્યુસીસીબીના સભ્ય ઈમરાનભાઇ વૈદ સાથે ગોડધા ખાતે દશ દિવસ અગાઉ માહ્યાવંશી ફળીયામાં માવજીભાઈનાં ખેતરે આવી રૂબરૂ સ્થળ ચકાસણી કરી દશ દિવસ અગાઉ મારણ સાથે પાંજરું મુકવામાં આવતા ગતરાત્રીના મારણનો શિકાર કરવાની લાલચમાં પાંજરામાં આવતા દીપડી પાંજરે પુરાઈ હતી. ડબ્લ્યુસીસીબીના મેમ્બર ઇમરાનભાઈ વૈદને આ અંગે જાણ કરતા વનવિભાગના કર્મચારીઓ સાથે સ્થળ પર આવી દીપડી હોવાની ઓળખ કરી દીપડીનો કબ્જો લઇ સવારે વાલોડ ખાતે વનવિભાગની નર્સરી પર લાવવામાં આવી હતી, દિપડીનો કબજો લઇ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાત્રે ગાઢ જંગલમાં છોડવામાં આવશે વનવિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ દીપડી આશરે અઢી વર્ષીય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application