સોનગઢના વિસ્તારમાં બે બાળકની માતાએ પોતાની વ્યથા 181 અભયમ ટીમને કહી સંભડાવતા ‘પતિ, પત્ની અને વો’ નું પ્રકરણ સામે આવ્યું હતું. સમાજમા આવા બનાવો વધી રહ્યા છે તેથી કેટલાય પરિવારો માનસિક, શારીરિક, અને આર્થિક રીતે હેરાન થઈ રહ્યા છે.
આવો જ એક કિસ્સો અભયમ ટીમ સામે પત્નીએ રજુઆત કરતા અભયમ ટીમ-તાપી મધ્યસ્થી બની આ સમગ્ર મામલાને સફળતા પૂર્વક સમાધાન કરાવ્યું હતું અને વિવિધલક્ષી કેન્દ્રની પણ સહાયતા લેવા જણાવેલ હતું.
પત્નીએ પતિને તેની પ્રેમિકા જોડે રંગેહાથ પકડતા 181 મહિલા હેલ્પલાઇની મદદ લીધી જેથી 181ની ટીમ ઘટના સ્થળે જઈને કાઉન્સિલ કરતા ટીમને જાણવા મળ્યું હતું કે, રીમાબેન (નામ બદલેલ છે) ના પતિ ગામમાં છેલ્લા કેટલા મહિનાથી બીજી સ્ત્રી જોડે પ્રેમસંબંધ ચાલતો હતો. જેથી ઘરમાં અવર-નવર કંકાસ થતી હતી. જેથી 181 ટીમએ પતિને સમજાવેલ કે આવા સંબંધોથી તમારું લગ્નજીવન તૂટી જવાની સંભાવના છે. આ ઉપરાંત તમારા બાળકના ભવિષ્યનો પણ વિચાર કરી આ પ્રેમસંબંધ બંધ કરવો જ હિતાવહ છે અને પત્ની સાથે શાંતીથી રહેવું અને ઘર ખર્ચ આપવ સંમત કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500