ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે જળાશયની સપાટીમાં વધારો નોંધાયો છે અને આજે સવારે ૧૦ વાગે ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ૩૨૫.૫૭ ફૂટ નોંધાઈ હતી. જ્યારે ઉકાઇ જળાશયમાં ૧૯.૭૯૨ ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. ઉકાઇ જળાશયમાંથી તાપી નદીમાં હાઇડ્રો યુનિટ ચલાવવા માટે ૬,૬૪૭ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રકાશ આ ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે ૧૭૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આજે સવારે ડેમમાં પાણીની સપાટી ૫૦૯.૪૦ મીટર નોંધાઈ હતી. આ વખતે ઉકાઈ ડેમના ઉપરવાસમાં જોઈએ તેટલો વરસાદ વરસ્યો નથી પાછોતરો વરસાદ વધશે તો જ ઉકાઈ ડેમ તેમાં લેવલ સુધી પહોંચી શકે તેમ છે. આજે ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૩૩ ફુટ નોંધવામાં આવ્યું છે જે રૂલ લેવલ કરતા ઉકાઈ ડેમ ઘણો ઓછો ભરાયેલ છે. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application