Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં કાંટી ગામે બસ સેવા શરૂ કરાતા લોકોમાં આનંદની લાગણી છવાઈ

  • February 16, 2021 

સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવર-જવર કરવા માટે લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે સોનગઢ ના એસટી ડેપો ને લેખિતમાં રજૂઆત કરાઈ હતી જેને ધ્યાનમાં લેતા કાંટી ગામે બસ સેવા શરૂ કરાતા લોકોમાંઆનંદની લાગણી છવાઈ હતી.

 

 

 

 

સોનગઢ તાલુકાના કાંટી ગામે બસ સેવા પુન : ચાલુ કરવા માટે ગત તારીખ 12મી ફેબ્રુઆરી ના રોજ સોનગઢના ડેપો મેનેજર ને કાંટી, કાલધર,આમથવા, શ્રાવણીય ગામના વિદ્યાર્થીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ડેપો મેનેજર દ્વારા હકારાત્મક જવાબ આપ્યો હતો કે, ટુક સમયમાં બસ સેવા શરૂ કરી દેવામાં આવશે અને તા.15મી ફેબ્રુઆરીના રોજથી સોનગઢથી કાંટી ગામે બસ સેવા સોનગઢથી 7:15 કલાકે શરૂ કરી દેવામાં છે. ગામમાં બસ આવતાની જાણ થતાં જ ગ્રામજનોએ બસના ડ્રાઈવર અને કંડકટરની મુલાકાત લઈ આભાર માન્યો હતો. બસ સેવા પુનઃ શરુ થતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application