Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર યુવકની ધરપકડ

  • September 12, 2021 

વ્યારા ખાતે રહેતી એક સગીરાને ગત તા.6 સપ્ટેમ્બરના રોજ તેના પિતા સ્કૂલે મૂકવા ગયા હતા અને ત્યારબાદ સગીરા ઘરે પરત ન ફરતા પિતાએ વ્યારા પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વ્યારામાં રહેતી 16 વર્ષીય સગીરા જે વ્યારા ટાઉનમાં આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરે છે અને જે ગત તા.06 સપ્ટેમ્બરના રોજ સગીરાને તેના પિતા સ્કૂલ મુકવા ગયા હતા અને સ્કૂલના ગેટ ઉપર ઉતારી ચાલ્યા ગયા હતા. પરંતુ શાળા છુટ્યા બાદ સગીરા ઘરે પરત ન આવી હતી. જેને લઈ પિતાએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી પરંતુ સગીરાનો કોઈ પતો ન લાગતા પિતાએ વ્યારા પોલીસ મથકે સગીરાના અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી જેથી વ્યારાના  પી.આઇ. રાકેશ પટેલએ તપાસ હાથ ધરી હતી જે બાદ તપાસ દરમિયાન સગીરા વિપુલકુમાર જયેશભાઇ ગામીત (ઉ.વ.20, રહે.અંબાચ ગામ, સડક ફળીયુ,વાલોડ) ના ઘરેથી મળી આવી હતી. યુવકે  સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પટાવી પોતાના ઘરે લઇ જઇ તેની મરજી વિરુધ્ધ અવાર-નવાર દુષ્કર્મ આચરતા પોલીસે વિપુલ ગામીતની ધરપકડ કરી કાર્યવાહી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application