કુકરમુંડા તાલુકાના ચોખીઆમલી ગ્રૂપ ગ્રામ પંચાયતમા સમાવેશ બોરીકુવા ગામમાં પતિના અવસાન બાદ રૂમાબેન કિશોરભાઈ પાડવી (ઉ.વ.55) તેમના અપરણિત આશરે 22 વર્ષીય પુત્ર યશવંતભાઈ કિશોરભાઈ પાડવી સાથે મકાનમાં ખેત મજૂરી કરીને માતા, પુત્ર પોતાનું જીવન નિર્વાહ કરે છે. ગત રાતના આશરે 3:00 થી 3:30 કલાકે વરસાદના કારણે તેમનું ઘર ધરાશાયી થયુ હતુ જેમાં કોઈને જાન હાની થઇ નથી. પરંતુ ઘરની છત નહી રહેતા માતા અને પુત્ર મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઘટનાની જાણ ચોખીઆમલી ગામના સરપંચ અને તલાટી-ક્રમ-મંત્રીને થતા સર્વે કરવા બોરીકુવા ગામે પહોંચી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application