ઉપરવાસમાં વરસાદનું જાર નરમ પડવાને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. આજે બપોરે બાર વાગ્યે ડેમની સપાટી ૩૪૦.૬૯ ક્યુસેક પર પહોચવાની સાથે ડેમમાં ૪૦૧૧૭ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેની સામે તંત્ર વાહકો દ્વારા સપાટીનું રૂલ લેવલ મેઈન્ટેન કરવા માટે ૨૨ હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવ્યું છે.
ઉકાઈ ડેમના સુત્રોના જણાવ્યા મુજબ, આજે સવારે બાર વાગ્યે ઉકાઈ ડેમની સપાટી ૩૪૦.૬૯ ફુટ નોંધાઈ હતી અને ડેમમાં ૪૦,૧૧૭ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી જેની સામે ૨૨,૦૦૦ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હથનુર ડેમમાંથી ૧૮,૨૨૩ અને પ્રકાશા ડેમમાંથી ૪૫,૭૫૮ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો જેના કારણે હથનુર અને પ્રકાશા ડેમમાંથી એક લાખ ક્યુસેક ઉપરાંત પાણી છોડવામાં આવી રહ્યું હતું અને આ પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યું હતુ એક તબક્કે ઉકાઈ ડેમમાં ૧.૫૦ લાખ ઉપરાંત પાણીની આવક શરૂ થઈ હતી. ડેમમાં નવા નીર આવતા તબક્કાવાર રીતે ડેમની સપાટી સડસડાટ વધારો થતા તેના રૂલ લેવલને પાર કરી ગઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500